Talk:પુશતક

Latest comment: 5 years ago by Nizil Shah

@Nizil Shah કેમ છો! આ અનુવાદ માટે મદદ માંગું છું. બહુ જૂનું છે અને મને ઓછું સજાયું. DerekWinters (talk) 20:44, 22 July 2018 (UTC)Reply

@DerekWinters, જી, હું મજામાં છું. "જેથી આએ પુશતક છાપવાના આકારમાં તઈઆર તેવંણ સાહેબની હજુરમાં રજુ કરેઆમાં આવેઉં હતું." આ વાક્ય ગુજરાતીની પારસી (Zorostrian Iranians who migrated to Gujarat in 7th century. w:en:Parsi) લોકો દ્વારા બોલાતી બોલીનું છે. ઓગણીસમી સદીમાં જ્યારે બુક પ્રિન્ટીંગ નવું હતું ત્યારે ગુજરાતીમાં હજુ જોડાક્ષરો છાપવાનું શક્ય ન હતું તેથી જોડાક્ષરોના સ્થાને બિન-જોડાક્ષરો વડે કામ ચલાવી લેવાતું. વળી પારસી બોલી ઘણે અંશે અલગ પણ છે. ગુજરાતી ત્યારે standardized ન હતી અને જોડણી, વાક્યરચના અને શબ્દોમાં હજુ ઘણી વેરાયટી હતી. આથી પુસ્તકના બદલે પુશતક છાપવામાં આવતું. આ વાક્યનું મોર્ડન વર્ઝન કૈક આવું થાય: "જેથી તે પુસ્તક છાપવાના આકારમાં તૈયાર કરેલું ઉપરાંત સાહેબની હાજરીમાં રજુ કરવામાં આવ્યું હતું." = So that book was presented in an edited form as well as in the presence of Saheb. હું તેનો આવો અનુવાદ કરું છે. જો કે આવા શબ્દો obsolate હોઈ સામાન્ય લોકોને ખાસ ઉપયોગી રહ્યા નથી. તમારા સતત રસ બદલ આભાર. --Nizil Shah (talk) 04:43, 23 July 2018 (UTC)Reply
Return to "પુશતક" page.